માર્કેટિંગ યાર્ડના બકાલા વિભાગમાં જુગાર રમતા હિસ્ટ્રીશીટર સહીત ચાર ઝબ્બે November 06, 2018

રાજકોટ તા.6
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા અંગે પોલીસ કમિશ્નરની સૂચનાથી બી ડિવિઝન પીઆઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડામોર, પીએસઆઇ ઝાલા, વિરમભાઇ, એભલભાઈ, મહેશભાઈ ચાવડા, કિરણભાઈ પરમાર, મનોજભાઈ મકવાણા, કેતનભાઈ નિકોલા અને હરપાલસિંહ વાઘેલા સહિતના સ્ટાફે બાતમી આધારે માર્કેટિંગ યાર્ડના બકાલા વિભાગમાં દરોડો પાડી જુગાર રમતા સંજય ખીમજીભાઈ ઝાલા, વિક્રમ રાવતભાઈ મિયાત્રા, મહેશ સોમાભાઈ ગમારા અને માગં વિઠ્ઠલભાઈ ગોહેલને ઝડપી લઇ 76,350 રૂપિયા કબ્જે કર્યા હતા પકડાયેલ આરોપી પૈકી સંજય ઝાલા પીધેલી હાલતમાં હોય તેના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જયારે મહેશ ગમારા વિરુદ્ધ અગાઉ મારામારી, ફાયરિંગ સહિતના અનેક ગુનાઓના નોંધાઈ ચુક્યા છે