પોરબંદરમાં રસોઈ બનાવતી પરિણીતા દાઝી, ઠારવા જતા પતિ પણ દાઝયો

રાજકોટ, તા. 6
પોરબંદરમાં આવેલા નિલકંઠ મહાદેવ વિસ્તારમાં રહેતી પરિણીતા પ્રાઈમસ પર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે ભડકો દાઝી હતી પત્નીને ઠારવા ગયેલો પતિ પણ દાઝી જતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ પોરબંદરમાં નિલકંઠ મહાદેવ વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન વિપુલભાઈ મકવાણા નામની 35 વર્ષની પરિણીતા ગત તા.2 નવે.ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પ્રાઈમસ ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે પ્રાઈમસમાં ભડકો થતા તેણી દાઝી હતી. પત્નીને ઠારવા ગયેલો પતિ વિપુલ રમેશભાઈ મકવાણા ઉ.વ.38 પણ દાઝયો હતો ગંભીર રીતે દાઝેલા દંપતીને સારવાર માટે પોરબંદરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં દંપતીની તબીયત વધુ ગંભીર જણાતા તાત્કાલીક વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં આ બનાવ અંગે પોરબંદર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.