ગાંધીધામમાં ક્રિકેટ રમવાની ના પાડતા યુવકનો આપઘાત

ગાંધીધામ,તા.6
પિતાએ ક્રિકેટ રમવા જવાની ના પાડતા યુવકે ફાંસો ખાઈ દિવાળીના સપરમાં પરવમાંજ મોત માંગતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
શહેરનાં સુંદરપુરી વિસ્તારમાં રહેતા મહેશ રેવા રાઠોડ ઉ.વ.19 ને તેના પિતાએ ક્રિકેટ રમવા જવાનું ના પાડતા મનમાં લાગી આવતાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.