રાજકોટથી અમદાવાદ વોલ્વોનું ભાડું 500 રૂપિયાને પાર

  • રાજકોટથી અમદાવાદ વોલ્વોનું ભાડું 500 રૂપિયાને પાર

રાજકોટ તા.6
ટૂંકૂ વેકેશન અને પ્રેટોલ-ડિઝલનાં ભાવ વધારાનાં કારણે ખાનગી વાહનોનાં ભાડા 10 થી 30 ટકા સુધી વધી ગયા છે. ટૂંકા વેકેશનથી લોકો હવે નાના ટૂર પેકેઝ લેવા મજબુર બન્યા છે. આથી ના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે આથી જ ભાડામાં પણ વધારો થયો છે. રાજકોટથી અમદાવાદ વોલ્વો બસનું ભાડું રૂા.500ને આંબી ગયું છે.
સરકારે દિવાળી વેકેશન ટૂંકાવ્યા બાદ અનેક લોકોએ એડવાન્સમાં દિવાળી વેકેશન માટે પ્લાન કરેલી ટૂર ડિસ્ટર્બ થઈ છે. તેથી આ વર્ષે પેકેજ ટૂર ઓપરેટરો પાસે દિવાળી વેકેશનમાં ફરવાના બુકિંગમાં ઘટાડો થયો છે. વેકેશન નાનું થતાં લોકો હવે ચારથી પાંચ દિવસના ટૂર પ્લાનિંગ તરફ વળ્યા છે.
ઓછા દિવસ માટે બહારગામ ફરવા જવા માગતા લોકો મોટા ભાગે ખાનગી બસો કે ખાનગી કારનો ઉપયોગ કરે છે પણ ડીઝલના ભાવવધારાના કારણે ભાડા પણ અત્યંત મોંદ્યા થઈ જતાં આ વખતે ખાનગી બસોના ભાડામાં 10 થી 15 ટકા, ખાનગી કારના ભાડામાં 30 ટકા અને પેકેજ ટૂરના ભાવમાં 10 ટકાનો વધારો ઝિંકવામાં આવ્યો છે.
આથી પ્રજા માટે દિવાળી પર પ્રવાસ કરવો અત્યંત મોંદ્યો બન્યો છે. ગત વર્ષે ટેમ્પો ટ્રાવેલના ભાવ રૂ.17 થી 20 હતા તે રૂ.22 થી 25, લકઝરી બસમાં રૂ.28 થી 30 હતા તે રૂ.32 થી 35, એસી બસમાં રૂ.40 થી 45 છે. ઈનોવા કાર રૂ.11 અને 12 હતા તેમાં રૂ.ર થી 3નો વધારો કર્યો છે.
અમદાવાદથી રાજકોટ વોલ્વોનું ભાડું રૂ.450માંથી રૂ.500, સુરતનું રૂ.400માંથી રૂ.450, મુંબઈના રૂ.600માંથી રૂ.650, જયપુરના રૂ.700માંથી રૂ.800 થઈ ગયા છે. જે 1પ ટકા વધારા સાથેના છે. કોઈ પણ સ્થળે ખાનગી લકઝરી બસમાં જવા માટે મુસાફરે રૂપિયા 40 થી 100નો વધારો ચૂકવવાની તૈયારી રાખવી પડશે