કાલે અમાવસ્યાને પ્રકાશમય બનાવતી શુભ દિપાવલીNovember 06, 2018

આસો વદ અમાસને બુધવાર તા.7/11/18ના દિવસે સ્વાતી નક્ષત્ર અને પ્રદોશ કાળ વ્યાપીનો અમાવસ્યા મળતી હોવાથી આ વર્ષની દિવાળી વધોર શુભ છે.
દિવાળીના દિવસે સ્વાતી નક્ષત્ર રાત્રીના 7.38 સુધી છે. જે ઉત્તમ ગણાય.
ચોપડા પૂજનનું મહત્વ : દિવાળીના દિવસે વ્યાપારના ચોપડા પૂજનનું મહત્વ વધારે રહેલું છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાના વ્યાપારમાં ઘરમાં સ્થીર મહાલક્ષ્મી કૃપા ઈચ્છે છે. મહાલક્ષ્મી માતાજી લક્ષ્મી પૂજન, શારદાપૂજનથી ભક્તો પર કૃપા કરે છે ચોપડા પૂજનમાં ચોપડે છે તે સરસ્વતી છે કલમ (પેન) મહાકાળી છે અને લક્ષ્મીજીનો સિક્કો છે તે લક્ષ્મીજી છે. આ ચોપડા પૂજન દ્વારા ત્રણેય માતાજીની કૃપા વ્યાપાર ધંધામાં વરસે છે ખાસ કરીને ચોપડા પૂજન પોતાના વ્યાપાર ધંધાની જગ્યાએ કરવું શુભ છે.
આપણે ત્યાં દરેક શુભ પ્રસંગોમાં ચોઘડીયા જોવાની પ્રથા છે. પરંતુ શાસ્ત્રોક્ત દ્રષ્ટીએ વિચારના ચોઘડીયા કરતા હોરા વધારે મહત્વ ધરાવે છે.
ચોપડા પૂજન મા લક્ષ્મીજીના સિકકા ઉપર દુધમાં સાકર મેળવી અને શ્રીસુક્તથી અભિષેક કરવાતથી આઠ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અથવા તો ૐ શ્રીં કલમવા સિન્યૈ નમ: મંત્રનો જપ કરી અભિષેક કરવો શુભ છે.
બ્રહ્મ પુરાણના ઉલ્લેખ પ્રમાણે દિવાળીના રાત્રીએ લક્ષ્મીજી વિચરણ કરે છે. આથી પોતાનું ઘર સ્વચ્છ રાખવુ અને માતાજીના દિવા પ્રગટાવાથી મા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થીર બની નિવાસ કરે છે. શ્રી રામચંદ્ર ભગવાન રાવણનો સંહાર કરી અને લંકાપર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા તે સમયે તેમના સ્વાગત રૂપે દીપમાલાઓ પ્રગટાવી અને ઉત્સવ ઉજવ્યો આ તહેવાર એટલે દીપાવલી. સમુદ્રમંથનથી ભગવતી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો તેના આનંદમમાં દિપોત્સવી મનાવામાં આવે છે.
ઉજજૈનના સમ્રાટ વિક્રમાદિત્યના શાસન પર્વની સ્થાપનાના દિવસને ઉજજૈન વાસીઓએ દિવા પ્રગટાવી ઉજવેલ આથી તેને દિવાળી કહેવાય છે.
સાંજે પ્રદોશકાળ 6:05 થી 8:40 પ્રદોશકાળમાં પણ ચોપડા પૂજન કરવું શુભ છે.
નિશિથકાળ રાત્રે 12:05 થી 12:56 સુધી તેમા પણ ચોપડા પૂજન કરવું ઉત્તમ છે.
શાસ્ત્રી રાજદીપ જોષી
(વૈદાંત રત્ન)   અષ્ટ લક્ષ્મીના શુભનામ  આ શુભનામ બોલી દિવાળીનું ચોપડા પૂજન કરવું શુભ છે.
ૐ આદ્ય લક્ષ્મ્યૈ નમ:, ૐ વિદ્યાલક્ષ્મ્યૈ નમ:,
ૐ સૌભાગ્ય લક્ષ્મ્યૈ નમ:, ૐ અમૃત લક્ષ્મ્યૈ નમ:
ૐ કામલક્ષ્મ્યૈ નમ:, ૐ સત્ય લક્ષ્મ્યૈ નમ:
ૐ ભોગલક્ષ્યૈ નમ:, ૐ યોગ લક્ષ્મ્યૈ નમ: દિવાળીના દિવસે ચોપડા પૂજન માટે શુભ સમયની યાદી ચોઘડીયા પ્રમાણે
દિવસના ચોઘડીયા
લાભ : 6.55 થી 8:19, અમૃત : 8.19 થી 9.43
શુભ 11: 07 થી 12: 30, ચલ 3:18 થી 4:42
લાભ 4:42 થી 6.05
રાત્રીના ચોઘડીયા
શુભ 7:42 થી 9:18, અમૃત 9:18 થી 10:54
ચલ 10:54 થી 12:31, લાભ 3:43 થી 5.20