અમરેલી પાસે શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ત્રણ ઝડપાયા

અમરેલી તા.6
અમરેલી નજીક ગાવડકાની શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરતા ત્રણને પકડી લેવાયા છે. અમરેલી તાલુકાનાં ગાવડકા ગામે રહેતાં રાહુલ કરશનભાઈ વાડીયા, સાગર ભાભલુભાઈ ભુતૈયા તથા જાળીયા ગામે રહેતાં વિજય ચતુરભાઈ જાદવ આજે વહેલી સવારે ગાવડકા નજીક આવેલ શેત્રુંજી નદીનાં પટમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને વગર રોયલ્ટીએ રેતીની ચોરી કરી લોડર વડે ડમ્પર ભરતાં હોવાથી અમરેલી તાલુકા પોલીસે તેમને ડમ્પર, લોડર તથા રેતી તથા સાધનો મળી કુલ રૂા.7,રપ,પ00નો મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.