વેરાવળના જાલેશ્ર્વર ખાતે બાવા અકબરશાહ દિનની ઉજવણી સંપન્ન

વેરાવળ તા.6
વેરાવળના જાલેશ્વર ખાતે બાવા અકબરશાહના દિન નિમિત્તે ઘાર્મીક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી. વેરાવળનાં જાલેશ્વર ખાતે આવેલ બાવા અકબરશાહ ગૃપ દ્વારા પીરે તરીકત પરી અર્બ્દુરહીમમીંયા કાદરી (મોરબીવાળા) ની ઉપસ્થિતિમાં બાવા અકબરશાહનાં દિન નિમિત્તે ન્યાઝ અને તકરીરનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં મોરબીવાળા બાપુએ અને તાલાળાનાં મૌલાના અનવર શાહમદારએ જોશીલી અને અસરકારક વાણીથી તકરીર કરી હિન્દુ-મુસ્લીમનાં ભેદ-ભાવથી પર રહી, પરસ્પર ભાઇચારો કેળવી, એકતા કાયમ રાખવા પર ભાર મુકી ગરીબ નવાઝે આપેલા આદેશ મુજબ ગરીબો અને નિ:સહાય લોકોને મદદ કરવાની રાહે ચાલવા અપીલ કરેલ હતી.
આ તકે ઉપસ્થિત તમામ શ્રોતાઓને આજના યુગમાં બાળકોને શિક્ષણ તરફ આગળ વધવા અને સ્વચ્છ ભારત મિશનનાં સુત્રને સાર્થક કરી આપણ સૌ આપણું ફરીયું સ્વચ્છ રાખવાની સાથે તંદુરસ્ત આરોગ્ય જાળવવા સહભાગી થવા મોરબીવાળા બાપુએ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢનાં મૌલાનાં હબીબુલ્લાહ, તાલાળા (ગીર) નાં મૌલાનાં તાજુદીન બાપુએ નાતે અકીદત મુસ્તફા પઢેલ અને આ પ્રસંગે બ્હોળી સંખ્યામાં અકીદત મંદોએ હાજરી આપી સવાબેદારીન હાંસલ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.