ધ્રાંગધ્રામાં વકીલ પિતા-પુત્ર વિરૂધ્ધ પુત્રવધુની ગંભીર ફરીયાદ

પોલીસે હળવી કલમ હેઠળ ગુનો નોંધ્યાનો યુવતીનો આક્ષેપ   ધ્રાંગધ્રા તા.6
ધ્રાગધ્રાના સરકારી વકિલ તથા તેઓના વકિલ પુત્ર પર જ પોતાના પુત્રવધુ દ્વારા માનશીક તેમજ શારીરીક ત્રાહની ફરીયાદ સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. સમગ્ર વિગતની ચચાઁ કરતા પુત્રવધુ પાસેથી જાણવા મળ્યુ હતુ કે પોતે મુશ્લીમ પરીવારની પિતા વગરની દિકરી અગાઉ કોલેજ કરતી હતી તે સમયે શહેરના વરીષ્ઠ અને સરકારી વકિલના પુત્ર આશુતોષભાઇ ભટ્ટ દ્વારા આ યુવતિને પ્રેમજાળમા ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી બંન્નેના મન મળી જતા આજથી દોઢેક વષઁ પહેલા યુવક તથા યવતિ ઘરેથી લગ્ન કરવા ભાગી ગયા હતા જેમા યુવતિ મુશ્લીમ પરીવારની હોવાના લીધે યુવાને પહેલા તો આ યુવતિને મુશ્લીમ સમાજમાથી હિન્દુ સમાજમા લાવી ધમઁ પરીવતઁન કરાવ્યુ ત્યારબાદ રાજસ્થાન ખાતે બંન્ને કોટઁ મેરેજ પણ કયાઁ બંન્ને યુવક યુવતિનો મન મેળ હોય જેથી સમય જતા તેઓ ફરી પાછા ધ્રાગધ્રા ખાતે આવ્યા પરંતુ યુવાનના પિતા સરકારી વકિલ હોવાના લીધે તેઓના પુત્ર દ્વારા કરેલ કોટઁ મેરેજ માન્ય ન રાખતા બંન્ને નવ દંપતિ ભાડાના મકાનમા રહેતા હતા જ્યા દરરોજ યુવાનના પિતા તેઓને સમજાવવા અને આ ધમઁ પરીવતઁન કરી પોતાનુ સવઁસ્વ ત્યજી દીધેલ મુશ્લીમ યુવતિને ઘરેથી કાઢી મુકવાની સલાહ આપતા. જે પુત્ર દ્વારા સ્વીકારી લઇ આ યુવતિને ત્યજી દેતા યુવતિ પર આભ ટુટી પડ્યુ. જેની માટે પોતાનુ સવઁશ્વ છોડી આવાલી યુવતિને હવે પોતાના વિધવા માતા સિવાય અન્ય કોઇ સહારો ન હોવાના લીધે અંતે યુવતિ પોતાના માતાના ઘેર રહેવા લાગી જ્યારે આ યુવતિ પોતાના માતાના ઘેર ગઇ ત્યારે તેઓના પેટમા ગભઁ હોવાથી તેઓના પતિ તથા સાસરીયા પક્ષ દ્વારા ગભઁપાત કરવાનો ત્રાસ આપવા લાગ્યા હતા. આઠેક મહિના જેટલો સમય વિત્યો છતા કોઇ સમાધાનનુ પરીણામ નહિ દેખાતા યુવતિ દ્વારા ન્યાયનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ પોતે વકિલ અને પિતા સરકારી વકિલ હોવાથી સમગ્ર પોલીસ તંત્રમા સારી પક્કડ ધરાવતા હોવાથી આ નિસહાય યુવતિનુ કોઇ સાંભળવા તૈયાર ન હતુ. આ દરમિયાન યુવતિને એક દિવસ ગભઁની પિડા ઉપડતા તેણે સારવાર માટે શહેરની ખાનગી હોસ્પીટલમા લઇ જવાયા હતા જ્યા તબીબ દ્વારા ગભઁમા રહેલુ બાળક મૃત હોવાનુ જણાવતા તેઓની આઠ માસ દરમિયાન ડિલવરી કરી દેવાઇ હતી. પોતાના બાળક માટે જીવીત રહેલી યુવતિ હવે રણચંડી બનીને જીલ્લા પોલીસ વડા તથા મહિલા હેલ્પ લાઇનનો સંપકઁ કરી ધ્રાગધ્રા સીટી પોલીસના અધિકારીઓ પોતાનુ ફરીયાદ નહિ સાંભળતા હોવાના આક્ષેપ કરતા તંત્ર સફાળુ જાગ્યુ અને સરકારી વકિલ તથા તેઓના પુત્ર સહિત પરીવારના તમામ સભ્યો પર માનશીક તથા શારીરીક ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવી છે. જોકે હજુ યુવતિ દ્વારા એવો પણ આક્ષેપ કરાયો છે કે ધ્રાગધ્રા સીટી પોલીસના અધિકારી દ્વારા પોતાના સાસરીયા પક્ષના બચાવ કરવા હેતુ માનશીક તથા શારીરીક ત્રાસની ફરીયાદ નોંધી છે જ્યારે ખરેખર યુવતિ દ્વારા સીટી પોલીસને વકિલ પુત્રે પોતાની સાથે અનેક વખત મરજી વિરુધ્ધ બળાત્કાર કરેલ તથા પોતાને ગભઁ દરમિયાન પેટમા જોરથી લાત મારવાથી પોતાના ગભઁમા રહેલા પુત્રનુ મૃત્યુ થયાની લેખીત અરજી આપેલ છે. જેથી પોલીસ દ્વારા આ તમામ શખ્સો વિરુધ્ધ માત્ર 498 (ક) તથા 114 કલમ નહિ પરંતુ 376 તથા 302 જેવી ગંભીર કલમો લગાવાય તેવી માંગ કરી છે.