જૂનાગઢમાં મુક્તિદિન ઉજવાશે

જૂનાગઢ તા,6
9 નવેમ્બર મુક્તિદિનની ઉજવણી મહાનગર પાલીકા જૂનાગઢ દ્વારા કરવામાં આવશે. જે ઉજવણીના ભાગ રૂપે બહાઉદીને હાલે જ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે વિજયસ્તંભનું પૂજનવિધિ કાર્યક્રમ તેમજ આતશબાજીનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમજ મહાનગર પાલીકા મુખ્ય બિલ્ડીંગને રોશનીથી શણગારવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા મહાનગરપાલીકા તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્નેહમિલન
મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા પ્રતિ વર્ષની શુભેચ્છા છે સહના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેછેજેના ભાગરૂપે મહાનગરપાલીકા કચેરી ગ્રાઉન્ડ ખાતે તા.8 નવેમ્બરને ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે મેયર આદ્યાશક્તિબેન મજમુદાર તથા માવનીય કમિશ્નર પ્રકાશ સોલંકી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાખેલ છે.