ભાવનગર વૈધસભા અને ISMPP દ્વારા ધન્વંતરીનું મહાપુજન કરાયું

ભાવનગર, તા.6
ભાવનગર જીલ્લા વૈધ સભા તથા ઈંજખઙઙ એસોસિએશન દ્વારા ધન્વતરી પાર્ક-સહકારી, હાટ, ભાવનગર યોજાયેલ ધન્વંતરી મહોત્સવમાં ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ, તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ડો.ધીરૂભાઇ શિયાળ સહિત જીલ્લા વૈધ સભા જીલ્લા પ્રમુખ ડો. રાજુભાઇ પાઠક, મહામંત્રી ડો.નરેન્દ્રભાઇ ત્રિવેદી, આયુ.રજી. બોર્ડ મેમ્બર ડો. મહેન્દ્રભાઇ મહેતા, ડો.પરેશભાઇ સોલંકી સહીત ભાવનગર જીલ્લા વૈધ સભા તથા ઈંજખઙઙ એસોસિએશનના હોદ્ેદાર અને આગેવાનોએ આધ્યદેવ ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય દિને મહાપૂજનનો લ્હાવો લીધેલ.
ઇન્ડિયન સીસ્ટમ ઓફ મેડીસીન ડોક્ટર્સ એસોસિએશન ઈંજખઙઙ ભાવનગર ડીસ્ટ્રીક અને સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શિવશક્તિ હોલ ક્રેસન્ટ સર્કલ- ભાવનગર ધન્વંતરી પૂજન તથા વિદ્યાર્થીઓનો સરસ્વતી સમારંભ તેમજ નેશનલ આર્યુવેદ ડેની ઉજવણી અને વિશિષ્ટ મહાનુભાવોનું સન્માન સમારંભ યોજાયેલ જેમાં ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ, તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર ડો.ધીરૂભાઇ શિયાળ સહિત, શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડાયરેક્ટર ગાયત્રીબા સરવૈયા, પ્રેસિડેન્ટ ડો. અજીતસિંહ સરવૈયા, તેમજ શેઠ જી.પ.આર્યુવેદ મહાવિદ્યાલય-ભાવનગર, સરકારી તાપીબાઇ આર્યુવેદ હોસ્પિટલ, સરકારી આર્યુવેદ હોસ્પિટલ તળાજા, ભાવનગર શહેર અને જીલ્લાની આર્યુવેદ ફાર્મસી તેમજ ભાવનગર શહેર જીલ્લામાં કાર્યરત આર્યુવેદ ફાર્મસી કંપનીના એમ.આર.મિત્રો અને ભાવનગર શહેરની ઉંડીવખારના દેશી ઓસડીયાના વેપારીઓની હાજરીમાં યોજાયો હતો.