વેરાવળમાં યોજાયેલ રંગોળી સ્પર્ધાએ શહેરીજનોમાં અનેરૂ આકર્ષણ જગાવ્યુ

વેરાવળ તા.6
વેરાવળ શહેરમાં દિપાવલીના તહેવારો દરમ્યાન લોહાણા મહાજન દ્વ્રારા જ્ઞાતીની બહેનો, દીકરીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને તૈયાર થયેલ રંગોળીઓ આજથી તા.8 સુઘી લોકોને નિહાળવા માટે રાખેલ હોય જેનો લાભ લેવા મહાજન દ્વારા અનુરોઘ કરેલ છે.
વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્ના તથા ઉપપ્રમુખ રાકેશભાઇ દેવાણી સહીતના દ્વ્રારા જ્ઞાતીની બહેનો, દીકરીઓ માટે દીપાવલી ઉત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષ પણ રંગોળી સ્પર્ધાનું આયોજન લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવેલ છે. આ વર્ષે 50 થી વઘુ બહેનો, દીકરીઓએ ભાગ લઇ સુંદર મજાની રંગોળીઓ બનાવવામાં આવેલ છે. આ રંગોળીઓ આજે તા.5 થી આગામી તા.8/11/2018 સુધી નિહાળવા માટે લોહાણા મહાજન દ્વ્રારા જ્ઞાતીજનોને અનુરોધ કરેલ છે અને આ રંગોળી બનાવનાર બહેન-દીકરીઓને જલારામ જયંતિના દિને સર્ટીફીકેટ, ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.