ચોરવાડમાં જરૂરીયાતમાં છાત્રો માટે, અભ્યાસ અર્થે ડ્રો યોજાયો

વેરાવળ તા.6
ચોરવાડ ખાતે જરૂરીયાતમંદ લોકો તેમજ ગરીબી રેખા હેઠળ આવતા વિધાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે ઓમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામી ડ્રો નું આયોજન કરાયેલ જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા વિજેતા બનેલા ભાગ્યશાળીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા.
ચોરવાડ ખાતે ધનતેરસના પવિત્ર દિવસે ઓમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા લોકો માટે વધુ એક લોકહીત કાર્યનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ જેમાં ઓમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ઇનામી ડ્રો નું આયોજન કરવામાં આવેલ હતું. આ ડ્રો માં ભાગ્યશાળી વિજેતાઓને ધનતેરસના દિવસે ઇનામો લીમડા ચોકમાં આપવામાં આવેલ હતા. આ વિજેતાઓમાં 11 ભાગ્યશાળી વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ અને આ ઇનામી ડ્રો માંથી જે રકમ વધેલ તે વધારાની રકમ ચોરવાડ શહેરના જરૂરીયાતમંદ લોકો તેમજ ગરીબી રેખા હેઠળ આવતા વિધાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે રકમ વાપરવામાં આવનાર છે. ચોરવાડના જરૂરીયાતમંદ લોકોને આ રકમનો લાભ મળે તે માટે ઓમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નું આ એક મહત્વનુ કદમ ગણવામાં આવેલ તેમજ ઓમ ગૃપ અને ઓમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવ તેમજ ભવ્ય ઇનામી ડ્રો માં ચોરવાડ તેમજ આજુ બાજુ ગામના લોકો દ્વારા સાથ સહકાર આપી રહેલ છે ત્યારે આવનારા દિવસોમાં પણ જનહીત કાર્યક્રમ પણ કરવામાં આવનાર હોવાનું ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવેલ છે. આ પ્રસંગે ચોરવાડ નગરપાલિકાના ઉપપ્રમુખ વિરાભાઈ વાઢેર, સદ્સ્ય અશ્વિનભાઈ પંડીત, હિતેષભાઇ ચાવડા, રામજીભાઇ વંશ, જીવાભાઇ ચાવડા તેમજ આગેવાનોમાં હરદાસભાઇ પંડીત, વિજયભાઈ ચુડાસમા, રાજાભાઈ ચુડાસમા, વિજયભાઇ ભુવા, ભરતભાઇ ચુડાસમા, રામજીભાઇ સેવરા, બચુભાઈ ચુડાસમા અને ગ્રામ્યજનોએ હાજર રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.