મોરબીમાં સતત ઊભરાતી ગટરોથી જનતા ત્રાહીમામNovember 06, 2018

મોરબી તા.6
મોરબીના સુરજબાગ વિસ્તારમાં છએક માસથી સતત ઉભરાતી ગટરની સમસ્યામાં છેલ્લા 15 દિવસથી ચોમાસા જેવી સ્થિતિ વચ્ચે ગટરોના પાણી લોકોના ઘર સુધી પહોંચતા લોકોની દિવાળી બગાડી ગઈ છેમોરબી શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા સામાન્ય બાબત છે પરંતુ સુરજબાગ પાછળના ભાગે છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટર સત્તત ઉભરાવાનું ચાલુ છે જેમાં 15 દિવસથી ગટરના પાણી લોકોના ઘરના ઉંમર સુધી પહોંચી જતા દિવાળી કામ કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બીજી તરફ ઉભરાતી ગટરની સમસ્યા અંગે નગરપાલિકામાં લેખિત રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા લોકોની સમસ્યા ઉકેલવામાં ન આવતા દિવાળી ટાણે જ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની હોળી શરૂ થઇ છે
વિદ્યાર્થીઓનો
પ્રદેશકક્ષાએ દબદબો
ગુજરાત રાજ્ય રમત ગમત અને યુવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા મધ્ય ગુજરાત યુવા ઉત્સવ તા.3/4 નવેમ્બરના રોજ વઢવાણ ખાતે યોજાયો હતો જેમાં મધ્ય ગુજરાતમાં સમાવેશ થતા દરેક જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો વચ્ચે પ્રદેશ કક્ષાની સ્પર્ધા યોજાયેલ આ સ્પર્ધામાં દેવેનભાઈ વ્યાસ સંચાલિત રવાપર રોડ પર આવેલ કલામંદિર સંગીત કલાસીસ ના વિદ્યાર્થી ધાનજા મંથન ભરતભાઈ ભજન વિભાગમાં પ્રદેશ કક્ષાએ પ્રથમ આવેલ છે જે હવે આવનાર દિવસોમાં યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

 
 
 

Related News