કોડીનારના વેળવાથી જમનાવાડા ગામના રસ્તાની સ્થિતિ દયનીય

ડોળાસા, તા. 6
કોડીનાર તાલુકાના વળવાથી જમનાવાડા સુધીના રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે. આ રોડ મંજુર થઈ ગયાનું કહેવામાં આવે છે પણ લાંબા સમય બાદ પણ આ નવા પેવર રોડનું કામ શરૂ નહી થતા આ રોડ પરના 6 ગામોની જનતા ભારે હાડમારીનો સામનો કરી રહેલ છે.
કોડીનાર તાલુકાના વેળવાથી વિઠલપુર સુધીના 10 કીમી પૈકી જમનવાડા સુધીનો 8 કીમીનો રોડ છેલ્લા બે વર્ષથી ભંગાર હાલતમાં ફેરવાયો છે. આ રોડમા ઠેક ઠેકાણે મોટા મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓ
થાય છે.
આઠ કીમી દરમ્યાન ટોપ ગીયરમા તો ગાડી ચડાવી ન શકાય તેવા ખખડધજ રોડના ર્જીણોદ્ધારની આ રોડ પરના વેચવા નાની ફાંફણી મોટી ફાંફણી જામનાવાડા ભયાળ અને વિઠલપર ગામની જનતા બે વર્ષથી રાહ જોઈ રહી છે. આ રોડનું સત્યનાશ કરવામાં નેશનલ હાઈવેની કામગીરી જવાબદાર છે કોડીનાર-ઉના વચ્ચે છેલ્લા બે વર્ષથી ફોરટ્રેક રોડની કામગીરી ચાલુ છે જેમાં જરૂરી માટી, પથ્થર, કાંકરી ભરેલા ભારે ખમ વાહનો આ રોડ પરથી દોડાવાતા આ તમામ ગામોની જનતાએ વિરોધ કર્યો તો મધ્ય રાત્રી દરમ્યાન આ વાહનો ચણાવવા લાગ્યા અને આખરે સમય પહેલા આ રોડનું નિકંદન નિકળી ગયું...! હવે નવો રોડ બનાવવાની જવાબદારી પીડબલ્યુડી વિભાગ ઉપર આવી છે. યારે કામ શરૂ થશે તેનો ચોકકસ જવાબ મળતો નથી આ રોડનું કામ સત્વરે હાથ ધરવા આ છ ગામો વતી વેડવાના દીપસિંહ પરમારે માંગ કરી છે.