પત્નીને ગોતવા આવેલા પતિને પાઇપ ફટકારાયોNovember 06, 2018

મોરબી તા.6
મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળ્યા મુજબ ફરિયાદી પ્રકાશ સવજીભાઈ પરમાર, ઉવ.30 રહે.ઉમીયાનગર કાલીકા કારખાનાની બાજુમાં વાળો પોતાની પત્નીને શોધવા માટે ઘુંટુ ગામે જતા મુકેશ હરીભાઇ સારેસા રહે.હાલ ઘુંટું તા જી.મોરબી મુળ હીરાપર તા.ટંકારાવાળા સાથે માથાકૂટ થતા મુકેશે ફરિયાદી પ્રકાશને ગાળો બોલી પાઈપ વડે ડાબા પગે ઘુટીના ભાગે મારતા મુંઢ ઈજા ઓ પહોંચાડતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
ડમડમ હાલતમાં એક ઝડપાયો
મોરબીના નવલખી ફાટક નજીક આવેલ પરસુરામ મંદિર સામે રોડ ઉપર જગદીશભાઇ ઉર્ફે જગો દોલુભાઇ અગેચાણીયા, ઉવ 36 રહે વીશીપરા કુલીનગર 2 વાળો પાસ પરમીટ કે આધાર વગર હિરો મો.સા રજી નં જી જે 36 ઇ0301 કિ રૂ 40000/- વાળામા દેશી દારૂ ભરેલ બાચકા નંગ 2 દેશી દારૂ લીટર 40 કિ રૂ 800/- નો વેચાણ કરવાના ઇરાદે કબ્જામા રાખી હેરા ફેર કરતો કુલ રૂપીયા 40.800/- મા મુદામાલ સાથે પીધેલી હાલતમાં મળી આવતા એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ અને નરેન્દ્રસિંહ રધુવિરસિંહ જાડેજાએ બી ડિવિઝન પોલીસ મથકને સોંપી ગુન્હો નોંધાવ્યો હતો.
કારખાનામાં મોડી રાત્રિએ આગ
મોરબી રાજકોટ હાઇવે પર વિરપર પાસે આવેલ ક્લોક એસો ના પ્રમુખ શશાંગ દંગીના શિલ્પન ગિફ્ટ આર્ટિકલના કારખાનામાં રાત્રીના અગમ્ય કારણસર આગ લાગી હતી. આગની જાણ થતાં માલિક સહિત યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યો દોડી ગયા હતાં અને ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આગ વિકરાળ બની જતા મોરબી ફાયર બ્રિગેડ જવાનો અને સ્થાનિક લોકોને ભારે જેહમત ઉઠાવી પડી હતી મોરબી ફાયર સ્ટેશનના ત્રણ ફાયર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને ત્રણ કલાક થી વધુ સમય માં આગ પર કાબુ મેળવ્યો હતો.