ખાનગી યુનિવર્સિટીમાં ચાલતા કૃષિના અભ્યાસને હાઈકોર્ટે અમાન્ય ગણાવ્યો

જૂનાગઢ તા.6
રાજયમાં ચાલતી કૃષિ યુનિવર્સિટીઓ દ્વદારા કૃષિ સંલગી અભ્યાસ ક્રમો કે જેને રાજય સરકારે મંજૂરી આપેલ છે તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા માનવતા આપવામાં આવેલ છે તે સિવાયના પ્રાયવેટ યુનિ દ્વારા રાજય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની મંજૂરી કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની ગાઈડ લાઇન મુજબ માન્વતા મેળવ્યા વગર ચાલુ કરવામાં આવેલ બધી પ્રાઈવેટ યુનિને હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા આપવામાં આવેલછ આ ચુકાદામાં લયકાક સમાન આવી પ્રાઈવેટ યુનિવર્સિટીઓ દ્વારા શરૂ કરેલ કૃષિ અને સંલગ્ન કોર્ષને અમાન્ય ઠેરવવામાં આવ્યો છે. રાજયમાં પ્રાઈવેટ સંસ્થાઓ દ્વારા કૃષિ ઈજનેરી, પોલીટેકનિક ઈન એગ્રીકલ્ચ અને બાગાયત જેવા કોર્ષ પાટા પ્રાઈવેટ યુનિવર્સિટી એકટ નો સહારો લઈ શરૂ કરાયા હતા. રાજયની 4 કૃષિ યુનિ.દ્વારા પોસ્ટ ગ્રેજયુએશનમાં એડમિશન પ્રક્રિયા દરમ્યાન આવી પ્રાઈવેટ યુનિ.ના વિદ્યાર્થીએાની અરજી સામાન્ય રખાતા યુનિ દ્વારા હાઈકોર્ટનો સહારો લઈ રાજયની કૃષિ યુનિવર્સિટીઓની પોસ્ટ ગ્રેજયુએટની પરિક્ષામાં વિક્ષેપ ઉભો થયો હતો.
આવી પ્રાઈવેટ યુનિ દ્વારા જુદી જુદી 11 પીટીશન હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. જેનું હિયરીંગ હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ડબલ બેન્ચમાં કરવામાં આવ્યું હતું. પ્રાઈવેટ યુનિ તરફથી એડવોકેટ ધવલ દવે તથા કૃષિ યુનિ.તરફથી સિનીયર કાઉન્સીલર એસ.એન.સેલત તથા બીજી ચૌહાણને તેમજ સરકાર તરફથી એ.એ.જી. પ્રકાશ જાની એ દલીલો કરેલ 3 દિવસના હિયરીંગબાદ ન્યાયધિશોએ યુનિ એકટ ની કલમ 4(4) મુદ્દત પ્રાઈવેટ યુનિને કૃષિ અને સંલગ્ન કોર્ષ શરૂ કરતા પહેલી રાજય સરકારની પૂર્વ મંજૂરી તથા જે તે કૃષિ યુનિની સહમતી મેળવવી જરૂરી હોય, એક પણ પ્રાઈવેટ યુનિએ આવી મંજૂરી મેળવેલ નથી તેમજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કવોલીટી એજયુકેશન મીનીયમ સ્ટાર્ન્ડડને પણ અનુસરેલ ન હોય આવા કૃષિ અને સલંગ્ન કોર્ષ ચલાવવાને લાયક ન હોય સામાન્ય ગણાવામાં આવેલ છે. ઉપરોક્ત ચુકાદાને રાજયના કૃષિ યુનિ.નાં વિદ્યાર્થીઓ તથા યુનિનો ભેટ સમાન ગણે છે. ચુકાદા બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ લઇ પ્રવેશ પરીક્ષા પૂર્ણ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમ શરૂ કરી દેવામાં રાખેલ હોવાનું જાણવા મળેલ છે.