જૂનાગઢમાં વીમા કંપનીના ફીલ્ડ કર્મીઓ 8 લાખનું પ્રિમિયમ લઈ ભાગી ગયા

જૂનાગઢ તા,6
જૂનાગઢના એક કાર વેચતી પેઢીનાં વીમાની કામગીરી સંભાળતા બે ફીલ્ડ એકઝીકયુટીવોએ લોકો પાસેથી વીમાના પ્રીમીયમના રૂા.8,80,149નું રોકડું પ્રીમીયન લઈ લીધા બાદ કંપનીના નહીં ભરી કંપનીને ચુનો લગાડી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
શહેરના રાજકોટ રોડ ઉપર આવેલ મારૂતી કંપનીની કાર વેચતી પેઢી પરફેક્ટ ઓટો સર્વીસીસના બે ફીલ્ડ એકઝીક્યુટીવ હિતેશ મનુભાઈ વાજા રહેવાસી બામણાસ દોડ તથા વંથલીના કલ્પેશ પ્રફુલ્લભાઈ સીહોરાએ 75 જેટલા વીમા ધારકો પાસેથી મેળવેલ પ્રીમીયમ કંપનીમાં ડીપોઝીટ કરાવેલ હતી. છેલ્લા એક માસથી આ બન્ને ભેજાબાજ ફીલ્ડ એકઝીકયુટીવની આ લીલા વીમા કંપની સાથે એજન્ટના ડીલ અને ઓનલાઈન ચાલતું હોવાથી ચાલી હતી. પરંતુ બાદમાં પરફેક્ટ ઓટો સર્વિસીસ ઈન્સ્યુરન્સ મેનેજરના ધ્યાનમાં આવતા ઈન્સ્યોરન્સ મેનેજર જતીન વીજયભાઈ અંતાણીએ હીતેશ વાજા અને કલ્પેશ સીહોરા સામે રૂા.8,80,149ની ઉપાયતની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.