ચુડાના ભૃગુપુર ગામેથી જૂગાર રમતા સાત ઝડપાયા

સુરેન્દ્રનગર તા.6
ચુડા પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. આર.જે.ગોહિલ, સ્ટાફના હેડકોન્સ. આર.એ.મેટાલીયા, શીવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ વાળા, યુવરાજસિંહ વાઘેલા, શક્તિસિંહ દીપસિંહ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. શક્તિસિંહ દિપસિંહને મળેલ હકીકત આધારે ભૃગુપુર ગામે હાથીયાદાદા પાસે જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા દિલીપ વિરજા, કાંતિ સાકરીયા, કિશોર સોલંકી, લલીત રામાનુજ, ઘનશ્યામ ગોવિંદીયા, વિજય કાલીયા, સાહબુદીન વડોદરીયાએ તમામ ભૃગુપુર ગામવાળાને રોકડા રૂપિયા 32,700 તથા મોબાઇલ ફોન નંગ-પ કિં.રૂા.15000 તથા ગંજીપાનાના સાહિત્ય સાથે મળી કુલ કિં.રૂા.47,700 ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ગુન્હો દાખલ કરી આગળની તપાસ હેડકોન્સ. આર.એ.મેટાલીયા ચલાવી રહેલ છે.