ટેકાના ભાવે ડુંગળીની પણ ખરીદી કરો

ભાવનગર, તા. 6
સમગ્ર વિશ્ર્વમાં ડુંગળીનું સર્વાધીક ઉત્પાદન ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લામાં થાય છે. પ્રતિ વર્ષ નવેમ્બરની એપ્રીલ માસ સુધીમાં લાખો ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરંતુ દર વર્ષે ખેડુતોને ડુંગળીના વેચાણના પોષણ ક્ષમ ભાવો મળતા નથી પરિણામે કિસાનોને મોટી આર્થિક નુકશાની વેઠવી પડે છે. આ વર્ષ પણ અછત-દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી સેંકડો ખેડુતો દ્વારા ડુંગળીનુ વાવેતર કરવામાં આવ્યુ છે. અને એકાદ માસ બાદ ડુંગળી માર્કેટમાં વેચાણ અર્થે પહોંચશે આ વર્ષે મગફળી માફક સરકાર ડુંગળીની પણ ટેકાના ભાવે ખરીદી કરે અને તે માટે આગોતરૂ આયોજન કરી દેવામાં આવે તેવી માંગ ખેડુતો દ્વારા કરવામાં આવી રહી છે.