જૂનાગઢમાં ફલેટમાં ભયંકર આગ લાગી

જૂનાગઢ તા,6
જૂનાગઢના એમ.જી.રેાડ પર આવેલ એક ફ્લેટમાં આગ લાગતા ફર્નિચર પંખા સહિતનો સમાન ખાખ થઈ ગયો હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે ફલેટમાં આરામ કરી રહેલ યુવાનને લોખંડના સળીયાકાપીને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગઈકાલે બપોરનાં 3 કલાકે શહેરનાં એમ જી રોડ પર આવેલ પ્રિન્સ સ્ટુડીયો ઉપર આવેલ એક ફલેટમાં એકાએક આગ લાગતા ફલેટમાં રહેલ ફર્નિચર પંખા અને સમાન આગામી લપેટમાં આવી ગયા હતાં. આ ફલેટમાં બપોરના સમયે વિજય સખીની નામનેા યુવાન આરામ કરતો હતો. દરમ્યાન ના આગ લાગતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ફાયર સુપ્રિ દસ્તુર, રાજીવ ગોહેલ, નંદાણીયા સહિતના સ્ટાફે તાત્કાલિક ફાયર ફાઈટર સાથે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. આગથી સારૂ એવું નૂકશાન થયાનું પણ જણાવાઈ રહ્યું છે.