ગીર સોમનાથમાં ફોર વ્હીલ માટે તા.21મીથી નવી સીરીઝ ખુલશે

વેરાવળ તા,6
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા મોટરકાર (એલ.એમ.વી) વાહનોની નવી સીરીઝ જી.જે.32 કે (સ) ની નવી સીરીઝના ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી આગામી તા.21-11-2018 ના રોજ ખોલવામાં આવનાર છે.
આ પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-7 માં ઓનલાઈન વિિંાં://ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ/રફક્ષભુ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. તા.10થી તા.17-11-2018 સુધી અઞઈઝઈંઘગ માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને અરજી કરવાની રહેશે તેમજ તા.18થી તા.20-11-2018ના રોજ અઞઈઝઈંઘગનું બશમમશક્ષલ ઓપન થનાર છે. તા.21 નવેમ્બરના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બિરલા મંદિર વેરાવળ ખાતે જમા કરાવવાનું રહેશે અને વાહન વેચાણ તારીખ થી 60 દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લઈ શકશે તેમજ જી.જે. 32 બી (ઇ)માં બાકી રહેલા નંબરની પણ આ સાથે અરજી કરી શકાશે. સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવનાર હોવાનું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવેલ છે.