જી.આર.ડી જવાનોના વેતનમાં વધારો કરવા માંગણીNovember 06, 2018

આટકોટ તા.6
રાજયમાં ગ્રામ્ય રક્ષકદળ તરીકે ફરજ બજાવતા જવાનોનું વતન સાવ નજીવું છે અને હાલ મોંઘવારી પ્રમાણે વેતનમાં પણ વધારો થતો નથી અને નજીવો પગાર આપવામાં આવી રહ્યો છે તેમાં વધારો કરવા તેમજ નવા ગણવેશ આપવા અને વિમાની રકમ રેગ્યુલર ભરવા જસદણ જીઆરડીના જવાનો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત યોગ્ય કરવા આવેદન પાઠવ્યું છે.
જસદણ તાલુકાના ગ્રામ રક્ષકદળના કર્મચારીઓ છીએ. અને અમો વર્ષોથી ગ્રામ રક્ષકદળ તરીકે ચોવી કલાક ફરજ બજાવીએ છીએ. અમો ગ્રામ રક્ષકદળના કર્મચારીઓને સરકાર દ્વારા રોજનો પગાર રૂા.200/- તથા ભાડાના રૂા.30/- મળી કુલ પગાર રૂા.230/- લેખે રોજના ચુકવવામાં આવે હાલની મોંઘવારી ને ધ્યાનમાં લેવામાં આવે તો આ પગાર સાવ નજીવો ગણાય સરકારએ રોજમદાર વેતન ધારામાં મોટો વધારો કરેલ છે. જ્યારે અમોને સાવ નજીવો પગાર ચુકવવામાં આવે છે. જી.આર.ડી સભ્યોની માંગણી છે કે, સમાન કામ સમાન વેતન આવુ સરકાર જણાવે છે. હોમગાર્ડ જવાનો ને રૂા.300/- રોજ હાલે ચુકવવામાં આવે છે. જ્યારે અમોને રૂા.200/- ચુકવવામાં આવે છે. તો સમાન નોકરી સમાન પગાર મળતા નથી.
અમોને ફરજ દરમ્યાન ગણવેશ આપવામાં આવતો નથી. ગણવેશનો ખર્ચ અમારે ભોગવવાનો થાય છે. જેથી હાલની મોંઘવારીને ધ્યાનમાં લઇને અમોને ગણવેશ આપવા યોગ્ય થવા અરજ છે.
અમોને ફરજ દરમ્યાન વીમાની રકમ રેગ્યુલર ભરવામાં આવતી નથી. જેથી વીમાની રકમ રેગ્યુલર ભરવામાં આવે તેવી અરજ છે.
અમોને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગ્રામ રક્ષકદળના કર્મચારીઓની આ ન્યાયીક માંગણી હોય અને અનેક વાર લેખીત તથા મૌખીક રજુઆતો કરેલ હોય તેમ છતા અમારી ન્યાયીક માંગણીને સ્વીકારવામાં આવેલ નથી. તો આ કામમાં ન્યાયીક રજુઆતને ધ્યાને લઇને તે અંગે પગાર વધારો કરી આપવા, ગણવેશ દર વર્ષે 2 જોડી આપવા તેમજ વીમાની રકમ રેગ્યુલર ભરવામાં આવે તેવી અરજ છે. અને અમારો પગાર દર માસે નીયમીત મળે તે અંગે યોગ્ય કરવા માંગણી કરી છે.

 
 
 

Related News