‘ડિજિટલ’ કોલેજોની માહિતી માગતી યુજીસીNovember 06, 2018

રાજકોટ તા,6
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ કોલેજો અને યુનિવર્સિટીમાં ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે યુજીસીએ વિગતો માંગી છે. કોલેજો અને યુનિવર્સિટી દ્વારા મોટી-મોટી જાહેરાત કરવામાં આવે છે કે અધ્યતન ભવન, લેબોરેટરી બનાવવામાં આવી છે તેનો હવે વારમવિક ખ્યાલ આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છની એક કોલેજોમાં ચોપડા ઉપર ડિજિટલ ટેકનોલોજીની કામગીરી થઈ છે યુજીસીએ સાત પ્રકારની વિગત માગી છે તેમાં ઓનલાઈન લેકચર, એલઈડી પ્રેાજેક્ટ સહિતની માહિતી આપવા જણાવાયું છે.
દેશભરની યુનિવર્સિટીએા અને કોલેજોમાં ડિજીટલ ટેકનિકનો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની સ્થિતિ કેવી છે? યુજીસીએ ડિજીટલ ટેકનિકનો શિક્ષણમાં ઉપયોગ વિશે જાણવા લીન્ક બનાવી છે. જેમાં એઆઈસીટીઈ, યુજીસી કે ખાનગી યુનિવર્સિટી અને કોલેજોએ ડિજીટલ ટેકનોલોજિના ઉપયોગ અંગેની માહિતી અપલોડ કરવાની રહેશે. વર્તમાન સમયમાં ટેકનોલોજિ આધારિત સાધનો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સાધનોની મદદથી વિદ્યાર્થી અભ્યાસ, સંવાદ, સહયોગ અને શીખવાની બાબતો ઓન એ એફ કેમ્પસ શીખી શકે છે. ભારતીય શિક્ષણને ઝડપથી ડિજીટલ લર્નિંગમાં ખસેડવું પડશે. આ હેતુથી યુજીસી માહિતી એકત્ર કરી રહ્યું છે. જેમાં તમામ યુનિ-કોલેજોએ માહિતી મોકલવાની રહેશે.     કોલેજોએ કઈ-કઈ વિગત આપવાની?
1 શિક્ષણ આપવામાં ડિજીટલ બોર્ડનો ઉપયોગ કરો છો?
2 કોલેજમાં કેટલી સંખ્યામાં ડિજીટલ બોર્ડ લગાવાયા છે?
3 કોલેજમાં કેટલા એલસીડી પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છે?
4 કોેલેજમાં કેટલી સંખ્યામાં ટીવી સ્ક્રીન્સ લગાવાયા છે
5 એમએચઆરડી, યુઆરસી, એઆઈસીટીઈ ના ઓનલાઈન કેટલા લેક્ચર પ્રસારિત થયાં?
6 કેટલા સમયથી કોલેજમાં ડિજીટલ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે?
7 કેટલાં વિદ્યાર્થી અને ફેકલ્ટી લાભાન્વિત બન્યાં?

 
 
 

Related News