પરંપરાગત રીતે પરિવાર સાથેની ઉજવણી જ શ્રેષ્ઠ

    દિપાવલી પર્વ એ સમગ્ર પર્વમાં શિરમોર ગણાય છે. સમગ્ર વર્ષભરના ઉત્સવોમાં સૌથી ખુશી ફેલાવતું પર્વ દિપાવલી છે પાંચ દિવસ ચાલતું આ પર્વમાં ધર્મ, આધ્યાત્મ પણ જોડાયેલા છે. પરંપરા અને ઉજવણી બંનેનો સમન્વય આ પર્વમાં છે. સ્ત્રી પરિવારમાં મુખ્ય ભૂમિકા અદા કરતી હોવાથી તેનો આ પર્વની ઉજવણીમાં ફાળો મુખ્ય છે. સમગ્ર પરિવારમાં પર્વની ઉજવણી ખુશીથી કરે ખુબ ઉમંગ અને ઉત્સાહપૂર્વક કરે તે માટે તે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આજે શહેરની કેટલીક નામાંકિત મહિલાઓ સાથે દિપાવલીની ઉજવણીની વાતો કરીએ.