જુનુ ભુલી આગળ વધવાનું પર્વ દિપોત્સવ

લોહાણા મહાજનના પ્રમુખ અને ભાજપના કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું હતું કે દિવાળી હંમેશા પરિવાર સાથે જ ઉજવવાની મજા છે માટે તમે ગમે ત્યાં હો. આમ છતાં દિવાળી ઘરે કરવાની મજા છે. બિઝનેશ હોવાના કારણે પૂજા વગેરે પણ હોય છે જેમાં દિયર, દેરાણી, દીકરા, વહુ, બાળકો બધા જ સાથે હોઇએ છીએ પરંપરાગત રીતે જ દિવાળીની ઉજવણી કરીએ છીએ. 8 થી 10 ફટાકડાનો નિયમ છે તે થોડો વધારીને 8 થી 12 કર્યા હોત તો વધારે સારૂ રહેશે. પોલ્યુશન ખુબ જ વધતુ જાય છે. એટલે કયાંક તો કોઇકે બ્રેક મારવી જ પડે પરંતુ આ પર્વ આસ્થા સાથે જોડાયેલુ હોવાના કારણે કોર્ટનો પ્રતિબંધ લોકોને કદાચ ન ગમે પરંતુ આ જરૂરી પણ છે. એટલે કદાચ 12 સુધીનો સમય કર્યો હોત તો વધારે સારું રહેત. દિવાળીના દિવસોમાં સૌથી વધારે કામ બહેનો કરે છે. ઘરની સાફ સફાઇ, નાસ્તા બનાવવામાં સૌથી વધુ બહેનોની મહેનત હોય છે તેથી બહેનો ખુબ ઉમંગથી આ પર્વ ઉજવે તે જરૂરી છે. આ પર્વને આવકારવા બહેનો ભૂતકાળ ભૂલી નવા સંકલ્પો સાથે નવું વર્ષ ઉજવે. સમાજની નવરચનામાં બહેનોનો ફાળો અગત્યનો હોય છે. તેથી જો ભૂતકાળને ભૂલીને આગળ વધે તો કયારેય સંઘર્ષ કોઇ પ્રોબ્લેમ ન થાય જે કંઇ નાના નાના પ્રોબ્લેમ થતા હોય એ બહેનો જ સોલ્વ કરી શકે છે. નવા વર્ષે સંકલ્પ કરીએ કે હું જુનુ ભૂલી આગળ વધીશ તો તે કયાંય પાછળ નહીં રહીએ.