પોતાની જાતમાં વિશ્ર્વાસ રાખી આગળ વધો


પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ પોતાની દિવાળી ઉજવણી વિશે જણાવ્યું કે મારી દિવાળીની ઉજવણી ઘરના સાથે જ હોય છે.મારા પિયર તથા સાસરિયાનો પરિવાર અહીં જ છે તેથી બંને પરિવારના લોકો સાથે મળીને ખૂબ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.દરેક તહેવારનું એક આગવું
મહત્વ હોય છે. પરંપરા મુજબ તહેવાર ઉજવવાનો આનંદ અલગ હોય છે.
ફટાકડા ફોડવા માટે જે નિયમ બનાવ્યો છે તે યોગ્ય જ છે કારણ કે કોઈ પણ વસ્તુનો અતિરેક હંમેશા નુકશાન કરે છે અને ફક્ત નિયમ બનાવવાથી ફાયદો નથી દરેક લોકો આ નિયમને અનુસરે તે જરૂરી છે.તેથી લોકો નિયમનો અમલ કરે તે ખૂબ જરૂરી છે.
સંસ્કૃતિમાં નારી તું નારાયણી કહેવાયું છે પરંતુ તેને યથાર્થ કરી બતાવીએ.જ્યારે જાહેર જીવનમાં કે કોઈ પ્રોફેશનમાં કામ કરતા હો તો વધુ બહેનોને જોડવી જોઈએ.સમાજમાં દીકરીને મહત્વનું સ્થાન
આપવું જરૂરી છે.દીકરીઓના શિક્ષણને મહત્વ આપવું જોઈએ.અને આત્મવિશ્ર્વાસ રાખીને હંમેશા આગળ વધવું જોઈએ.