ફૂડ ટોક

છેના લાડુ
: સામગ્રી :
1 લીટર-દૂધ, 1 થી 2 ચમચી લીબુંનો અથવા 2 ચમચી ખાટું દહીં
: રીત :
છેના બનાવવા માટે
દૂધ ગરમ થાય એટલે તેમાં લીંબુનો રસ (પાણીમાં મિક્સ કરેલો) એડ કરવો થોડું હલાવવું. પનીર છુટું પડે એટલે ગરણાંથી પાણી નીતારી દેવું. આ પનીરને ઠંડા પાણીથી સાફ કરવું. પાણી નિતારી સાઇડમાં રાખવું.
: સામગ્રી :
લાડુ બનાવવા, 7-3 ટીપા કેસર એસન્સ, પીળો કલર-ચપટી, 1/4 કપ દળેલી ખાંડ,, 3થી4 ટે. સ્પૂન-દળેલી ખાંડ, ચાંદીનું વરખ.
: રીત :
પનીરને મસળી તેમાં દળેલી ખાંડ, પીળો કલર અને કેસર એસન્સ અથવા દૂધમાં પલાળેલું કેસર ઉમેરવું. ત્યારબાદ તેમાં ટોપરાનું ખમણ ઉમેરી મિક્સ કરવું. આ મિશ્રણમાંથી નાની લાડુડી વાળવી. તેની ઉપર ચાંદીનું વરખ લગાડવું ફ્રિઝમાં રાખવું.
વ્હીટ કેસર નાનખટાઇ
: સામગ્રી :
150 ગ્રામ ઘઉંનો લોટ, 90 ગ્રામ- ઘી, 120 ગ્રામ દળેલી ખાંડ, 1/4 ટી. સ્પૂન લેમનનો યેલ્લો કલર, એલચી પાવડર જરૂર મુજબ, કેસર જરૂર મુજબ, ડ્રાયફ્રુટ કતરણ જરૂર મુજબ.
: રીત :
સૌપ્રથમ ઘી અને ખાંડ અને કેસર મિક્સ કરી. ખુબજ ફિણવું, ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ, લેમન યેલ્લો કલર, એલચી પાવડર અને દળેલી ખાંડ મિક્સ કરવી. આ મિશ્રણમાંથી એક સરખા લુઆ કરી નાનખટાઇ તૈયાર કરવી. ડ્રાયફ્રુટની કતરણ લગાડી 180 પર 20 મીનિટ બેક કરવી.