ઝગમગતા દીવડા જાતે બનાવો

દીપાવલીના તહેવારોમાં દીવડાનું ખાસ મહત્વ છે એમાંય જો આ દીવા કલાત્મક રીતે તૈયાર કરેલા હોય તો ખૂબ જ સુંદર લાગે છે આ કલાત્મક દીવા ઘરે જાતે બનાવવાનો આનંદ અલગ જ હોય છે. છેલ્લા ઘણાં વર્ષોથી સેમિનાર લેતાં અને હેન્ડિક્રાફ્ટની વસ્તુ બનાવતાં માધવીબેન ભુવાએ દીવા બનાવવાની સરળ રીત આપી છે.  1. કાચનો મીરર
2. તુઈ
3. ગલ્લુ
4. કંલરફુલ જડતર
5. કેરીના પેચ
6. મોતી
7. નાનો દીવો
8. કાર્ડ પેપર 1. સૌ પ્રથમ કાચના મીરર ને ગોળ આકારમાં કાપવો.
2. ત્યારબાદ લીલા જડતરની લાઇન ફેવીકોલ વડે પુરી કરવી.
3. વચ્ચે વચ્ચે કેરીના પેચ લગાડવા.
4. ત્યારબાદ મોતીની અને લાલ જડતરની લાઇન પુરી કરવી.
5. જરદોસીની તુઈ લગાડવી અને સર્કલ પુરુ કરવું.
6. કાચને ઊલટું કરી તુઈ
લગાડવી.
7. લાલ કાર્ડ પેપરને સર્કલ કાપી
ચોંટાડી દેવો.
8. કાચની બરોબર વચ્ચે નાનો
દીવો લગાડવો.
9. કાર્ડ પેપર પછી ફોમ લગાડવું.
10. દીવો તૈયાર થઇ ગયો.