દિપાવલીની દરેક શુકનવંતી પળો સાચવીને પર્વને વધાવીએ

રાજકોટના મ્યુનિ. મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે સવારે પૂજા હોય સાંજે ઘરે જ ચોપડા પૂજન થાય અને ફેમીલી ફ્રેન્ડસ સાથે જમવાનું હોય આમ પરિવાર સાથે દિવાળી ઉજવવાની મજા અલગ જ હોય દિવાળીની ઉજવણી હંમેશા ઘરે રહીને જ કરીએ છીએ. પર્વના આ દિવસોમાં બહારગામ ન જતા દરેક આ દિવસોની દરેક શુકનવંતી પળો સાચવીને વધાવીએ છીએ. આ દિવસોમાં 8 થી 10 ફટાકડા ફોડવાનો નિયમ એકદમ યોગ્ય છે. કારણ કે લોકોએ પણ આ નિર્ણય સ્વીકાર્યો છે. નિયમ જરૂર પણ છે કારણ અવાજ અને પર્યાવરણનું જે પ્રદૂષણ બે હિસાબ વધ્યું છે તે માટે કોઇ કે તો પહેલ કરવી જરૂરી છ અને લોકોમાં કયાંય ફરિયાદનો સૂર જોવા મળ્યો નથી એટલે આ વાત આવકાર્ય છે.
મહિલાઓને નવા વર્ષની શુભેચ્છા આપતા તેમણે જણાવ્યું કે સ્ત્રી સશકિતકરણ માટે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનશ્રી તેમજ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રી અનેક પ્રયાસો કરે છે એજ્યુકેશનથી લઇને આર્થિક રીતે સધ્ધર થઇ શકે તેવી અનેક યોજનાઓ ઇન્ડસ્ટ્રીયલ ઝોન જે ઉભા કરવામાં આવ્યાં છે. તે કદાચ ગુજરાત બહાર કયાંય નથી એટલે જો પરંપરાને સાથે રાખીને તે આ બધાને ઉપયોગ કરાવે તો તેને કોઇ રોકી નહીં શકે.