મહિલાઓમાં રહેલી અમાપ શક્તિના કારણે જે ધારે તે કરી શકે છે

ગુજરાતના ફર્સ્ટ લેડી અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજલિબેન રૂપાણીએ દિવાળીની ઉજવણી વિશે જણાવ્યું હતું કે દિવાળીનો ઉત્સવ પરિવારના સાનિધ્યમાં જ ઉજવવામાં મજા આવે.તેઓ દર વર્ષે ચોપડાપૂજનમાં પણ ભાગ લે છે.
આ વખતે દિવાળીમાં રૈયાધાર આવાસ યોજના અંતર્ગત સંવેદના કાર્યક્રમ અને આર્ટ ઓફ લિવિંગ એમ બે કાર્યક્રમના લીધે વિજયભાઈ રાજકોટમાં છે તો આ વખતે આ રીતે દિવાળીની ઉજવણી કરશે.
મહિલાઓને દીવાળીની શુભેચ્છા આપતા તેમણે જણાવ્યું કે મહિલાઓ સમાજનું મહત્વનું અંગ છે.પરિવારની દરેક ખુશીમાં તેનું યોગદાન મહત્વનું હોય છે.
મહિલાઓ પાસે અમાપ શક્તિ છે જેનાથી તે જે ધારે તે કરી શકે છે.એટલે જ અનેક યોજનાઓ સરકાર મહિલાઓ માટે બનાવે છે તેના વિશે જાણી મહિલાઓએ તેનો લાભ લેવો જરૂરી છે.