જામકંડોરણાના ધોળીધારમાં સેવા સેતુમાં 1286 અરજીનો નિકાલ

જામકંડોરણા, તા. 6
જામકંડોરણાના ધોળીધાર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરશનભાઈ સોરઠીયા ધોળીધારના સરપંચ તથા ઉપસરપંચ સુરેશભાઈ રાણપરીયા રંગપર સમજડીયાળી સહિતના ગામોના સરપંચો પ્રાંત અધિકારી જોષી મામલતદાર અપારનાથી તાલુકા વિકાસ અધિકારી પી.ડી.પટેલ નાયબ મામલતદાર આર.જી. લુણાગરીયા મદદ તા વિ.અધિ. બી.એમ.વ્યાસ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ અને મામલતદાર કચેરી સ્ટાફ તાલુકા પંચાયત કચેરી સ્ટાફ શિક્ષકો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મેડીકલ ચેકઅપ કેમ્પ આધારકાર્ડ આવક જાતિના દાખલા વાત્સલ્ય કાર્ડ રેશનકાર્ડ સહિની વિવિધ સેવાઓનો લાભ મેળવવા માટે અરજદાર તરફથી કુલ 1286 અરજીઓ આવેલ જે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં પશુ નિદાન કેમ્પ કરી રસીકરણ તથા દવાઓ આપેલ આ તકે ધોળીધાર પ્રા.શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિના ચેકનું પણ વિતરણ કરવામાં આવેલ.