ઔર એક હત્યા: માથુ વાઢેલી હાલતમાં યુવતીની લાશથી સાવરકુંડલામાં ભેદભરમ

સાવરકુંડલા તા.6
સાવરકુંડલા નજીક થી અજાણી યુવતિ ની માથા વગર ની લાશ મળી આવી હતી. ઘડ અને માથું અલગ અલગ હોવાથી હત્યા ની શંકા. તાલુકા માંથી એક મહિના માં બે લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
સાવરકુંડલા તાલુકા ના બોધરીયાણી ગામ નજીક થી આશરે 30 વર્ષ ની એક અજાણી યુવતી ની ધડ અને માથું અલગ હોવાથી ઘાતકી રીતે હત્યા કરાયેલ હોવાનું જણાય રહ્યું છે સાવરકુંડલા શહેર ની નજીક માં બોધરીયાણી નજીક થી કચરા માંથી 30 વર્ષીય અજાણી યુવતી ની લાશ મળી આવી છે આ લાશ આશરે બે દિવસ પહેલા ની હોય તેવી આશકા સેહવાઈ રહી છે આ યુવતી એ બ્લુ કલર નું જીન્સ નું પેન્ટ અને બ્લુ કલર નું ટોપ પહેરેલ છે શહેર થી દુર અવાવરૂ જગ્યા એથી લાશ મળી મળતા હત્યા ક્યાં થઈ છે.? તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના ની તપાસ સાવરકુંડલા રૂરલ પી.એસ.આઈ. બોરીસાગર ચલાવી રહયા છે આ બનાવ બાબતે એફ.એસ.એલ., ડોગ સ્કોર્ડ, વગેરે દ્વારા હત્યા ની ઊંડાણ પૂર્વક તપાસ અને યુવતી નું શરરી થી અલગ માથું ગોતવાની તજવીજ હાથ ધરી છે. મોડી રાત્રે યુવતી ની લાશ મળી આવતા પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ અને પંચરોજકામ કરી લાશ ને પ્રથમ સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ ભાવનગર ખાતે પેનલ પી એમ. માટે મોકલવામાં આવી હતી. આ અગાઉ એક માસ પહેલા સાવરકુંડલા ના ભુવા રોડ રેલવે ટ્રેક ખાતે થી અજાણ્યા યુવક નું માનવ કંકાલ મળી આવ્યું હતું સાવરકુંડલા તાલુકા માં એક માસ બે બે ગંભીર હત્યા અને ત્યારબાદ લાશ ને અવાવરૂ જગ્યા એ નાખવામાં આવતા સમગ્ર તાલુકા ની જનતા માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે.