ગોંડલમાં મારૂતી યજ્ઞ અને સુંદરકાંડના પાઠનું આયોજન

ગોંડલ, તા.6
ગોંડલ શહેરના નદી કિનારે અતિ પ્રાચીન પ્રસિધ્ધ નરસિંહ મંદિરમાં બિરાજતા હનુમાનજી મહારાજના અલૌકીક સ્વરૂપ માહેનુ એક ભૈરવ સ્વરૂપે બિરાજમાન શ્રીમુછાળા હનુમાનજીના સાંનિધ્યમાં તા.6/11ને મંગળવાર આજે રાત્રે કાળી ચૌદસની રાત્રે 10 કલાકે શ્રી હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ (મારૂતી યજ્ઞ) તેમજ રાત્રે 12 કલાકે મહા આરતી તા.8/11ને ગુરૂવારે સાંજે અન્નકુટ દર્શન સહિત અનેક ધર્મોત્સવ ઉજવવામાં આવશે, ભાવિકજનોને દર્શનનો લાભ લેવા નિમંત્રણ પાઠવેલ મહંત અતુલબાપુ લશ્કરી નરસિંહ મંદિર ભોજપરા 1/20 સ્મશાન રોડ ગોંડલ ખાતે રાખેલ છે.