વેરાવળ એસટી બસોમાં મુકાયા ડિઝીટલ રૂટ બોર્ડ

વેરાવળ તા.6
વેરાવળ બસ સ્ટેશન ખાતેથી ઉપડતી તેમજ પસાર થતી ઉના, બગદાણા, ભુજ, માંડવી, ભાવનગર, સુરત, તરફ જતી એસ.ટી.બસો માં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી ના નામ સાથે સોની યોગેશ સતીકુંવર દ્વારા મુસાફરો સ્પષ્ટ રીતે વાંચી શકે તેવા ડીઝીટલ રૂટબોડ એનાયત કરવામાં આવેલ છે. એસ ટી બસમાં મુસાફરી કરતા યાત્રીકોને સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવા બોર્ડની સુવિધા ઉપલબ્ઘ કરાયેલ છે જેમાં પોરબંદર, બગદાણા, કેશોદ, ભાવનગર, સોમનાથ, વાપી, દ્વારકા, જામનગર, ભુજ, ઉના, જેતપુર સહિતના અનેક બસના નવા રૂટો તેમજ જામનગર, સોમનાથ-ભુજ, કોડીનાર, ખંભાળિયા, તુલશીશ્યામ, માંગરોળ, ભાવનગર, દિવ, નલીયા, ઉના, સાવરકુંડલા, બગદાણા અને લોકલ બસોમાં પણ નવા રૂટબોડની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. આ કામગીરી અલગ અલગ એસ.ટી ડેપો માંથી
આવતી જતી એસ.ટી બસોમાં કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.