ખંભાળીયામાં કલ્યાણરાયજી મંદિરે ગુરૂવારે અન્નકુટ દર્શન

ખંભાળીયા તા.6
ખંભાળીયામાં આવેલા સુપ્રસિધ્ધ કલ્યાણરાયજી મંદિર ખાતે નુતન વર્ષ નિમિતે ગુરૂવારે સાંજે પાંચથી નવ વાગ્યા સુધી અન્નકોટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ભક્તજનોને મંદિરના પુજારી દ્વારા અપીલ કરાઇ છે.