વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકનો આપઘાતNovember 06, 2018

વાંકાનેર તા,6
દિવાળીના દિવસોમાં આર્થિક સંકળામણ અને કામ ન મળતા વાંકાનેરના રાણેકપર ગામના આશાસ્પદ યુવાને ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આજે રાણેકપર ગામની સીમમાં પસાર થઈ રહેલી ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ રાહુલ કનૈયાલાલ પરમાર ઉ.19 નામના યુવાને આપઘાત કરી લેતા નાના એવા ગામમાં દિવાળીના તહેવાર સમયે જ શોકનું મોજું ફરી વળ્યું હતું.