હવે સરદાર છાપ ચલણી નોટો આવશે?

નવી દિલ્હી તા,5
સરદારના નામે જ ગુજરાતથી દિલ્હીની ગાદી સુધી પહોંચનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ઓકટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ કર્યું હતું, ત્યારે જ સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો . જેમાં દેશની કરન્સી ઉપર સરદાર નો ફોટો જોવા મળ્યો હતો. ત્યારે હવે એવી ચર્ચાઓ જાગી છે કે આવનાર સમયમાં કદાચ ગાંધીજી ઉપરાંત સરદાર પટેલ, સુભાષ ચંદ્ર બોઝ,શહીદ ભગતસિંહ અને જેવા શહીદ મહાપુરુષોના ફોટો પણ જોવા મળી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે સરદાર પટેલને દેશની કરન્સી પર પણ સ્થાન મળી શકે છે. એક દાવા મૂજબ, ભારતીય ચલણ પર સરદારના રેખાચિત્રને લેવાનું કામ શરૂ કરીને તેના પર ડિઝાઇન તૈયાર કરવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એવું પણ ઇચ્છે છે કે દેશની આઝાદી માટે ભોગ આપનારા અન્ય શહિદોને પણ કરન્સી પર સ્થાન મળે, જો એવું બનશે તો આવતા સમયમાં ગાંધીજી ઉપરાંત કરન્સી પર સરદાર પણ જોવા મળશે અને ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા શહિદો પણ જોવા મળી શકે છે.