જૂનાગઢમાં ફકીરને છરીના ઘા મારી 10 રૂપિયાની લૂંટNovember 14, 2018

 ચોરી અને લૂંટના બનાવોમાં ચિંતાજનક ધારો: દોલતપરામાં છરી દેખાડી 1 હજાર રૂપિયા લૂંટી લેવાયા
જુનાગઢ તા. 14
જુનાગઢ શહેરમાં ગઈકાલે રૂા.એક હજાર તથા બીજી રૂા.10 ની એમ મળી કુલ 2 લુંટ પોલીસ દફતરે ચડવા પામી છે. બોલાચાલી બાદ થયેલ આ બન્ને લુંટ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના દોલતપરા નજીક આવેલ ઈન્દ્રેશ્ર્વર મંદીર પાસે શાંતેશ્ર્વરમાં રહેતા જીતુભાઈ સુંદરભાઈ વસ્તાલીને સુખનાથ ચોકમાં રહેતા ગભરૂ ઈસ્માઈલશા ફકીરે ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી શર્ટના ખીસ્સામાંથી ધરાર રૂા.1 હજારની લૂંટ ચલાવી હતી.
જયારે આજ વિસ્તારમાં જૂનાગઢના કરીયા ગામના ભુપતભાઈ ઉકાભાઈ આડવીયા ઉભા હતા ત્યારે એક ફકીર જેવા ઈસમે છરી વડે હુમલો કરી ડાબા હાથમાં છરીનો ઘા મારી ઈજા કરી ફરીયાદી ભુપતભાઈ પાસેથી રૂા.10 ધરારથી લૂંટી લીધા હતાં.