ભવનાથમાં ચેકડેમમાં ડૂબી જતાં રાજકોટના તરૂણનું મોત

 ભીક્ષાવૃત્તિ માટે આવેલા પરિવારમાં કલ્પાંત
જૂનાગઢ તા.13
જૂનાગઢના ભવનાથના જંગલ વિસ્તારમાં આવેલ એક ડેમમાં એક 15 વર્ષિય દેવીપૂજક કિશોરનું ડુબી જતા મોત નિપજવા પામ્યું હતુ. બનાવની કરૂણતા એ છે કે, રાજકોટના આ બાળકનો પરિવાર ભવનાથ ખાતે ભીક્ષાવૃત્તી કરવા માટે આવ્યો હતો.
જૂનાગઢના ભવનાથના વન વિસ્તારમાં આવેલ કાશ્મીરી બાપુની જગ્યાની પાછળ આવલે ચેક ડેમ ખાતે આજે બપોરનાં સમયે રાહુલ વિનોદભાઈ દેવીપૂજક ઉ.15નું તળાવમાં ડુબી જતા મોત નિપજવા પામ્યું હતુ.
મરણજનાર રાહુલનો પરિવાર રાજકોટના લોકાવાળા વિસ્તારમાં રહે છે. અને તહેવારો હોવાથી ભવનાથમાં યાત્રીકો વધુ પ્રમાણમાં આવતા હોવાથી અહી પરિવાર સાથે ભીક્ષાવૃત્તી માટે આવેલ ત્યારે કોઈ કારણોસર ચેક ડેમમાં પડી ગયલે અને પાણીમાં ડુબી જતા તેનું કરૂણ મોત નિપજવા પામ્યું હતુ.