મહિલા ક્રિકેટ: ભારતે પાકિસ્તાનને પછાડ્યુંNovember 12, 2018

ગયાના તા,12
અહીં ટી-20 મહિલા વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મહત્ત્વની મેચ 7 વિકેટના માર્જિનથી જીતીને એને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. ભારત સતત બીજી મેચ જીત્યું હતું, જ્યારે પાકની આ લાગલગાટ બીજી હાર હતી. મિતાલી રાજ (56 રન, 47 બોલ, 7 ફોર) ભારતીય જીતમાં સુપરસ્ટાર હતી. ભારતે જીતવા 134 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 19 એાવરમાં 3 વિકેટે 137 રન બનાવી લીધા હતા. ભારતના દાવની શરૂઆતમાં પાક ફીલ્ડરો પિચના ડેન્જર એરિયામાં વારંવાર દોડી આવતાં અમ્પાયરે ભારતની તરફેણમાં 10 પેનલ્ટી રન આપ્યા હતા. મંધાનાએ 26, જેમાઇમાએ 16, કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 16 અને વેદાએ અણનમ 8 રન બનાવ્યા હતા.
એ પહેલાં, પાક ટીમ 20 ઓવરમાં 7 વિકેટના ભોગે માત્ર 133 રન બનાવી શકી હતી. ભારત વતી હેમલતા અને પૂનમ યાદવે બે-બે વિકેટ લીધી હતી.