ક્રાઇમ કોર્નર

ગોકુલ પાર્કના યુવાને લલુડી વોંકળી પાસે ઝેર ગટગટાવ્યું
રણુજા મંદિર પાસે આવેલા ગોકુલ પાર્કમાં રહેતા રાજુ ખીમજીભાઇ સાકરીયા (ઉ.વ.33) એ કોઇ અગમ્ય કારણસર કેવડાવાડી લલુડી વોંકળી પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
યુવાનને શખ્સે પાઇપ વતી માર માર્યો
શહેરમાં આવેલી ધોળકીયા સ્કુલ સામે ઝુપડપટ્ટીમાં રહેતા મનસુખ રઘુભાઇ પરમાર નામનો યુવાન સાથે લાલજી નામના શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.