રાત્રે ગુમ થયેલા પ્રૌઢાની સવારે અગાસી પરના પાણીના ટાંકામાંથી લાશ મળી

રાજકોટ : ન્યુ મારૂતી પાર્ક સોસાયટી શેરી નં.3માં રહેતા દયાબેન મોહનભાઇ પટોડીયા (ઉ.પપ) નામના પટેલ પ્રૌઢાની સવારે તેમનાજ ઘરની અગાશી પર પાણીના ટંકામાંથી શંકાસ્પદ સંજોગોમાં લાશ મળી આવતા તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ ટી.ડી.ચુડાસમા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક દયાબેનના પતિનું 13 વર્ષ પહેલા અવસાન થયા બાદ પોતે તેના પુત્ર પીયુષ અને પુત્રવધુ શીતલ સાથે રહેતા હતા પુત્ર પીયુષ માયાણી ચોકમાં ઇલેકટ્રીકની દુકાન ધરાવે છ.ે ગઇકાલે રાત્રે દયાબેનને પુત્રવધુ શીતલ સાથે ઝઘડો થયા બાદ ઘરેથી નિકળી ગયા હતા બાદ શીતલે પતિ પિયુષને જાણ કરતા તેણે માતા દયાબેનની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પીયુષે મોડી રાત્રે તાલુકા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. દરમ્યાન આજે સવારે તેમના જ મકાનની અગાશી પરના પાણીના ટાંકામાંથી લાશ મળી આવી હતી.