4 લાખના દારૂ પ્રકરણમાં કુવાડવા ઙઈં મોડિયાને સસ્પેન્ડ કરતા ઈઙ

રાજકોટ તા. 6
રાજકોટ મોરબી રોડ ઉપર રતનપરની સીમમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 4 લાખનો દારૂ ઝડપી લેવાના કેસમાં કુવાડવા પીઆઇ મોડિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પાંચ દિવસ પૂર્વે 29 લાખનો દારૂ પકડનાર પીઆઇને દિવાળીની ભેટ આપતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ પ્રસિદ્ધ કરાયેલ ઓર્ડર મુજબ મહત્વની બ્રાન્ચ દ્વારા દરોડો પાડતી વેળાએ જે તે સ્થાનિક પોલીસને સાથે નહિ રાખવનાઓ હુકમ કરવામાં આવ્યો છે આ ઓર્ડર અન્વયે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા રતનપર ગામની સીમમાં સરકારી ખરાબમાં ઉતરતા દારૂ ઉપર દરોડો પાડી 4 લાખનો દારૂ કબ્જે કરી બે બુટલેગરોને ઝડપી લીધા હતા આ દારૂના કેસમાં ગૃહ વિભાગના હુકમ અન્વયે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર મોડિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જે પીઆઇ સસ્પેન્ડ થયા છે તે જ પીઆઇ મોડિયાએ પાંચ દિવસ પૂર્વે 7 ગણો વધુ એટલે કે 29 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો પકડ્યો હતો ત્યારે તેઓની વાહ વાહ થઇ હતી અને હવે તેઓને દિવાળીની ભેટરૂપે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.