પૂજ્ય નમ્રમુનિ મ.સા.નું નુતન વર્ષે મહામાંગલિક

રાજકોટ તા.7
રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યમાં નવા વર્ષના મંગલ પ્રારંભ સાથે મહામાંગલિકનું આયોજન કરવામાં આવેલ છે.
જેમના શ્રી મુખેથી સરતા પ્રભુવચનોએ અનેક ભાવિકોના જીવનમાં મંગલતાનું સર્જન કર્યું છે, તેવા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથીનૂતન વર્ષના મહામંગલકારી માંગલિક શ્રવણનું આયોજન08.11.2018 ગુરુવારે સવારે 07.00 કલાકે ડુંગર દરબારમાંકરવામાં આવ્યું છે.
જૈન સમાજના ઇતિહાસમાં દીપાવલીની રાત્રીએ નિર્વાણ પામેલા ચોવીસમાં તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને નૂતનવર્ષની પ્રભાતે કેવળજ્ઞાનનું પ્રાગટ્ય થયું. જાણેએક સૂર્ય અસ્ત થયો અને જ્ઞાનનો નવો સૂર્ય ઉદય થયો. માટે ગુરુ ગૌતમસ્વામી કેવળજ્ઞાન કલ્યાણક રૂપે જૈન સમાજમાં નૂતનવર્ષનું અધિક મહત્વ રહેલું છે.
નૂતન વર્ષની નવલી પ્રભાતનાં પ્રથમ કિરણે સ્વયંના ગુણોની સમૃધ્ધિ અને આત્મ સમૃધ્ધિનાં ભાવોની ઉન્નતિ અર્થે પોતપોતાના પરિવારજનો અને સ્વજનોની સાથે બેઠેલા ભાવિકો રાષ્ટ્રસંત પૂજ્યશ્રીનાં શ્રીમુખેથી મહામંગલકારી માંગલિકનું શ્રવણ કરીને નૂતન વર્ષનો મંગલ પ્રારંભ કરશે. આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્યશ્રી દ્વારા ઉપસ્થિત સર્વ પરિવારોને રત્નજડિત શ્રી નવકાર મહામંત્રની અમૂલ્ય ફ્રેમ અર્પણ કરવામાં આવશે.
ખીરમાં રહેલીમીઠાશની જેમ સર્વના વ્યવહાર, સબંધ અને અંતરમાં મધુરાશ પ્રસરાવવા માટે દર વર્ષની જેમ માંગલિક પૂર્ણ થયા બાદ ભાવિકોને અનેક લબ્ધિઓના ધારક ગુરુ શ્રી ગૌતમસ્વામીની સ્મૃતિમાં ખીરનો પ્રસાદ આપવામાં આવશે.
દર વર્ષે રાષ્ટસંત પૂજ્યશ્રીના બ્રહ્મનાદે મહામાંગલિક શ્રવણ કરીને હજારો ભાવિકોનૂતનવર્ષનો મંગલ પ્રારંભ કરતા હોયછે. આ વર્ષે આ મહામૂલો લાભ રાજકોટના ભાવિકોને મળ્યો છે ત્યારેઆવનારા નૂતન વર્ષનાં દરેક દિવસો અને ક્ષણોને સાર્થક કરીને તેઓના જીવનમાં મંગલ્યતાનું સર્જન થાય તેવી શુભ ભાવના સાથે આયોજિત થયેલા અવસરે સદગુરુના સાંનિધ્યે આત્મસમૃધ્ધિને પામવા દરેકને પધારવા શ્રીસંઘ તરફથી ભાવભર્યું આમંત્રણ છે.