પંકજ જવેલર્સના નવા શો-રૂમનું અંજલીબેન રૂપાણીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન થયું

  • પંકજ જવેલર્સના નવા શો-રૂમનું અંજલીબેન રૂપાણીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન થયું

રાજકોટ, તા. 7
શહેરના જાણીતા પંકજ જવેલર્સના નવા શો-રૂમનો આજે ભવ્ય પ્રારંભ થયો છે. શહેરના ભુપેન્દ્ર રોડ પર નવા શોરૂમનું અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. સોની બજારમાં આવેલા પંકજ જવેલર્સ તેની વૈવિધ્ય સભર ડિઝાઈનને લીધે ગ્રાહકોમાં માનીતુ બન્યુ છે.
નવા એકસકલુઝિવ જવેલરીનું ડિઝાઈન સાથે સજજ નવો શો-રૂમ ખુલ્લો મુકાયો છે. નવા શો-રૂમનું ભાજપ મહિલા મોરચાના પ્રભારી તેમજ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અંજલીબેન રૂપાણીએ હસમુખભાઈ સોની, નિલેશભાઈ સોની, પંકજભાઈ તેમજ શ્રીકાંતભાઈ સોનીને શુભેચ્છા પાઠવી હતી. આ ઉદઘાટન સમારોહમાં મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ પ્રદેશ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ સહિત મહાનુભાવો અને જાણીતા જવેલર્સો અને માનવંતા ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આજે આ ખુશાલી નિમિતે પંકજ જવેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના મેકીંગ ચાર્જ પર 35 ટકા ડિસ્કાઉન્ટ ઓફર મુકવામાં આવી છે. જે તા.20 નવે. સુધી ચાલશે. દિવાળીના તહેવાર અને શો-રૂમના ઉદઘાટન પ્રસંગે અવનવી આકર્ષક ડિઝાઈન નિહાળી ગ્રાહકો મોહી થયા હતાં.