મેયર બીનાબેન આચાર્યનો આવતીકાલે જન્મદિવસNovember 07, 2018

રાજકોટ તા.7
પ્રજાને મદદરૂપ થવાની ભાવના સદાય હસમુખો ચહેરો તેમજ ખુબ જ લોકચાહના ધરાવતા મેયર અને વોર્ડ નં.10ના કોર્પોરેટર બિનાબેન જયેન્દ્રભાઈ આચાર્યનો તા.08/11 ના રોજ જન્મદિવસ છે. જાહેર જીવન સાથે વર્ષોથી સંકળાયેલા બિનાબેન આચાર્ય રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.02ના કોર્પોરેટર તરીકે ચુંટાયેલ. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે અને બાદમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં સભ્યપદ સંભાળેલ.હાલમાં તા.15/06/2018થી તેઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે. રાજકોટ શહેર આંતરમાળખાકીય, સામાજિક, સાંસ્કૃતિક સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે. રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય તે તેમનું લક્ષ્ય છે. મેયર બિનાબેન આચાર્ય (મો.98982 11606)ને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવી રહ્યા છે.