જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના ક્ધવીનર દિપક મદલાણીનો 10મીએ જન્મદિનNovember 07, 2018

રાજકોટ તા.7
તા. 10-11-1975 રાજકોટ ખાતે જન્મેલા અને મૂળ પોરબંદર રહેવાસી યુવા અગ્રણી સામાજિક કાર્યર્ક્તા દિપક મદલાણી 43માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
યુવા ભાજપમાં મંત્રી તરીકે સતત બે ટર્મ રહી ચૂકેલા અને 7 વર્ષ સુધી ભાજપનાં કાર્યાલય મંત્રી તરીકે નિ:શુલ્ક, નિસ્વાર્થ સેવા આપી ચુકેલા યુવા નેતા અને સામાજીક કાર્યકર્તા દિપક મદલાણીનો આજે જન્મ દિન છે. સ્વસ્તીક શિકાકાઇ કંપનીમાં સિનીયર મેનેજર તરીકે કામ કરી ચૂકેલા અને બાન લેબ્સ પ્રા. લી.(સેસા)માં વાઇસ પ્રેસીડન્ટ તરીકે માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. દિપક મદલાણીનું સેલ્સ કેરસયર એકદમ સ્પષ્ટ વક્તા અને ઇમાનદારીપૂર્વક રહેલ છે. આ ઉપરાંત અભિનવ સોશ્યલ ગૃપ, નમસ્કાર સોશ્યલ ગૃપ, ભ્રષ્ટાચાર વિરોધી સમિતિ, સહાય કલબ, જલારામ યુથ કલબ ઉપરાંત 25થી વધુ સંસ્થામાં હોદ્દા ધરાવે છે અને સક્રિય કાર્યરત છે. ગુજરાત એસ.ટી.બોર્ડમાં સલાહકાર સમિતિનાં સભ્ય રહી ચૂકયાં છે. વિશ્ર્વ હિન્દુ પરિષદની ધર્મયાત્રામાં ઉ5પ્રમુખ તરીકે પણ સેવા આપી ર્ચૂીંયા છે. રાજકોટ રઘુવંશી પરિવારમાંથી આવતા દિપક મદલાણી રાજકોટમાં ભૂતકાળમાં ભાજપનો મિડિયા સેલનો કાર્યભાર સંભાળતા હતા. દિપક મદલાણી બેસ્ટ સેલ્સ રત્નનો એવોર્ડ ઉપરાંત બેસ્ટ સેલ્સ પર્સન એવોર્ડ મેળવી ચૂક્યા છે.

 
 
 

Related News