દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા વશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા

રાજકોટ તા.7
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલાની સંયુક્ત યાદી જણાવે છે કે સમગ્ર ગુજરાત અને રાજકોટની જનતા દીપાવલી પર્વની શુભેચ્છાઓ અને આપ સર્વેનું નવું વર્ષ સુખમય, શાંતિમય, સમૃદ્ધીમય, નીરોગી નીવડે તેવી પરમ કૃપાળુ પરમાત્માને અમારી પ્રાર્થના સાથે શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.