સૌરાષ્ટ્રમાં 63 હજાર કામદારોને 73.93 કરોડનું બોનસ ચૂકવાયું

રાજકોટ તા. 7
સૌરાષ્ટ્રનાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને દિવાળીનાં તહેવારોમાં કોઈ મુશ્કેલી સર્જાઈ નહી અને હષોલ્લાસ તથા આનંદ ઉલ્લાસ સાથે તહેવારોની ઉજવણી તે માટે સમયસર બોનસ ચુકવાયુ છે. સૌરાષ્ટ્રમાં કુલ 8 જિલ્લામાં આવેલા 506 જેટલા ઔદ્યોગિક એકમોમાં 63082 શ્રમયોગીઓને 73.93 કરોડ રૂપિયાનું બોનસ ચુકવાયુ હતું.
સૌરાષ્ટ્રમાં દિવાળીનાં તહેવારો દરમિયાન વર્ષો જૂની બોસ પ્રથામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમ યોગીઓને કોઈ અન્યાય ન થાય અને સમયસર બોનસ મળી રહે તે માટે લેબર કમિશ્ર્નર કચેરી કામ કરી રહી છે. લેબર કમિશ્ર્નર કચેરી રાજકોટમાં રાજકોટ જિલ્લાનાં કુલ 91 એકમોએ પોતાના કર્મચારીઓને રૂા.27.8 કરોડનું બોનસ ચૂકવ્યુ હોવાનું નોંધાયુ છે.
સૌથી વધારે મોરબી જિલ્લાનાં 273 એકમોએ 13 હજારથી વધારે કામદારોને બોનસ ચુકવ્યુ હતું. મોરબી જિલ્લામાં 13.5 કરોડ રૂપીયાનું બોનસ ચુકવાયુ હતું. હજુ કેટલાક એકમોમાં બોનસ નથી ચુકવાયુ પરંતુ આજે સાંજ સુધીમાં બોનસની કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવ્યુ હતું. ડેપ્યુટી લેબર કમિશ્ર્નર એ.ટી.પેઈન્ટરે કહ્યું કે, દિવાળી પર સમયસર બોનસ મળી રહે તે માટે મદદનીશ લેબર કમિશ્ર્નર અને શ્રમ અધિકારીઓએ ઔદ્યોગિક એકમોમાં સતત મોનિટરીંગ કર્યુ હતું.+ રાજ્યના 6.42 લાખ કામદારોને
770 કરોડનું બોનસ ચૂકવાયું
શ્રમ આયુકત કચેરી ગાંધીનગરનાં જણાવ્યા અનુસાર રાજયનાં 6.42 લાખ કામદારોને રૂા.770.38 કરોડ રૂપિયાનું બોનસ ચુકવાયુ છે. રાજયની વિકાસ યાત્રામાં સદભાગી થતા શ્રમયોગીઓને મદદરૂપ થવા નિયમિત રીતે બોનસ ચૂકવાય અને વર્ષ 2017-18 નું બોનસ સમયસર મળી રહે તે માટે આગોતરી કાર્યવાહી હાથ ધરી સઘન પ્રયાસો થયા હતાં.
સૌરાષ્ટ્રમાં કયાં કેટલું ચૂકવાયું બોનસ?
ક્રમ જિલ્લો એકમ બોનસ
1 રાજકોટ 91 27.8
2 મોરબી 273 13.5
3 અમરેલી 7 5.74
4 જામનગર 59 9.18
5 દ્વારકા 43 5.02
6 સોમનાથ 8 6.03
7 જૂનાગઢ 15 2.55
8 પોરબંદર 10 4.15
કુલ 506 73.08 કરોડ