નવું વર્ષ જિંદગીમાં તહેવારો, રંગોની જેમ જીવ પૂરે છેNovember 07, 2018

સ્ટીવલનો એક અલગ જ મૂડ હોય છે. તહેવારોનું આપણા જીવનમાં અલગ જ મહત્વ છે, જીંદગીમાં તહેવારો એક જીવ પૂરે છે. એક નશો હોય છે. તહેવારોનું વાતાવરણ જ એવું ઉભુ થાય છે કે આપણને મજા આવે. તહેવારોના દિવસો ફ્રેશ થવાની તક પૂરી પાડે છે. તહેવાર આપણી એક સરખી ચાલી આવતી કંટાળાજનક જીંદગીને થોડીક બ્રેક મારે છે. નવી શક્તિ આપે છે. ફેસ્ટીવલ માણસનો મૂડ અને માનસિકતામાં થોડો સમય બદલાવ લાવે છે. દિવાળીમાં માણસ થોડોક વધુ સંવેદનશીલ અને ઉદાર થઇ જતો હોય છે. નવું વર્ષ એ માત્ર કેલેન્ડરની તારીખો બદલાવાની ઘટના નથી. થોડું નવો થવાનો અવસર છે. નવું વર્ષ એ તો માત્ર દિલને ખુશ કરવાનું એક બહાનું છે. બાકી કંઇ કયાં નવું હોય છે ? જીંદગીની એ જ ઘટનાક્રમ, એ જ ચિંતાઓ, થાક બધુ એનું એ જ સામે આવી જ જાય છે. છતાંય આ નવા વર્ષમાં જુનું ભુલી જાય નજરને ફેરવો, ગત વર્ષમાં ખરાબ થયેલું સપનું માની લેટ ગો કરો, થોડાક હળવા બની જાવ, જીંદગીની ફરી રંગોળીને જેમ રંગીન બનાવાનો પ્રયત્ન કરશો તો તહેવારોની મજા માણવાની ઔર મજા આવશે, દુ:ખ ભુલી, આંસુઓની રૂમાલથી લુંછી ફેંકી દો અને નવા વર્ષમાં જુના મિત્રોને ભેટી પડો, હસતા રહો તો નવી ક્ષણો દરવાજે રાહ જોઇને ઉભી છે. દર વર્ષે આપણામાં થોડુંક પરીવર્તન આવે છે, છતાંય ખીલવાના બદલે મુરઝાવાનો કેમ ડર લાગે છે.
સફળતા કરતાં માણસને નિષ્ફળતા વધુ ડરામણી લાગે છે. 2018નાં નવા વર્ષમાં એવો સંકલ્પ કરો હું કોઇનાથી ડરીશ નહીં. હાસ્યને દબાવો નહીં ખીલવા દો, જિંદગી હળવી છે. આપણે ભારેખમ બનાવી દીધી છે. તેની નીચે આપણે રોજ દબાતા જાય છીએ... માત્ર એક વિચાર કરો આપણા જીવનમાં તહેવારો ના હોત તો કેમ હળવા થઇ શકત, સારૂં છે કુદરતે ફ્રેશ થવા માટે તહેવારો બનાવ્યા છે. 21મી સદીમાં આનંદ, ખુશી, મજા, એન્જોય બધુ મોબાઇલ આવવાથી ભૂલાઇ ગયું છે. નવા વર્ષમાં હેપીનેસનો સીમ્બોલ મુકી લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. એટલે જ કદાચ આજનો માણસ દુ:ખી વધારે છે. મોબાઇલને પડતો મૂકો, ભેટી પડો, પગે લાગો એજ સાચી નવા વર્ષની શુભેચ્છા છે. ભેટવાથી શરીરમાં નવા ઓરાનો જન્મ થાય છે. તે શક્તિ અને આત્મવિશ્ર્વાસ વધારે છે. મોબાઇલના કારણે લોકો દૂર હોય તેને વધુ મહત્વ આપે છે. જે નજીક હોય છે એ ભૂલાઇ જાય છે. ત્યારે નવા વર્ષમાં મોબાઇલ બાજુમાં મૂકી જો જો અને માત્ર એટલું જ યાદ રાખો મોબાઇલ કરતાં આ લોકો વધુ મહત્વના છે તો નવુ વર્ષ ઉજવ્યું હોય એવું ફીલ કરી શકશો. ખુશી મેળવવા પોતાની જાતને પ્રેમ કરો મોબાઇલને નહીં, નવા વર્ષે એવુ ફાઇનલ કરો હું મારી જાત સાથે વાતો કરીશ, હું મારો જ સંપર્ક વધારીશ, હું મારી જાતને પ્રેમ કરીશ, તેમ તમારી જાતને પ્રેમ નહીં કરો તો બીજાને કોઇ દિવસ નહીં કરી શકો, બીજાને કોઇ દિવસ ખુશ નહીં કરી શકો.
તમારી જાત પાછળ ગાંડા થઇ જાવ તો આપોઆપ ખુશી મળતી થઇ જશે ચિંતા છોડો, ડરને મૂકો, ફરિયાદ ન કરો, કડવું બોલવાનું ટાળો.. લાઇફમાં આટલું કરશો ને તો આપો આપ પ્રેમ મળશે... આ દિવાળીમાં નવા વર્ષમાં એટલું નક્કી કરો હું હેપી રહીશ કોઇને નાખુશ નહીં કરૂં તો સાચા અર્થમાં નવાવર્ષની ઉજવણી કરી કહેવાશે. સૌને નવા વર્ષની શુભકામનાઓ.